શંકર (મણિશંકર મુખર્જી) બંગાળી ભાષાના લેખક અને કોલકાતાના શેરિફ છે.તેમણે આજીવિકા માટે ટાઇપરાઇટર, ક્લીનર, ખાનગી શિક્ષક તરીકે વિવિધ ક્ષેત્રમાં કામ કર્યું.તેઓને 18 માર્ચ 2021 ના રોજ 'એક એકા એકાશી' ની ઉત્કૃષ્ટ મેટ્રોનોમિક રચના બદલ 'સાહિત્ય અકાદમી એવોર્ડ' થી નવાજવામાં આવ્યા છે.તેઓની ઘણી કૃતિઓ પરથી ફિલ્મો બની ચુકી છે. જેમ કે 'ચૌરંગી', 'જન આરણ્ય' અને 'સીમબદ્ધ', જેમાંથી છેલ્લા બે નું નિર્દેશન સત્યજિત રે એ કર્યું હતું.1959 માં રૂત્વિક ઘટકે શંકરની પહેલી નવલકથા પર આધારિત ફિલ્મ 'કટો અજાનરે' બનાવવાની શરૂઆત કરી હતી.