આજનું મહાનગર કોલકાતા, જે ગઈકાલ સુધી `કલકત્તા’ નામે ઓળખાતું, એ નગરમાં જીવાતા માનવજીવનની ઘૂંટાયેલી કરુણતાનો સ્પર્શ તમને આ નવલકથામાં આજે પણ એટલો જ ભીનાશભર્યો લાગશે !
મહાનગર કોલકાતાનો એ ચૌરંગી વિસ્તાર, જ્યાં દિવસ કોઈ રમણી જેવી રમણીય રાતમાં ફેરવાઈ જાય છે અને રાત કોઈ કામદેવ જેવા સોહામણા દિવસમાં !
અહીં છે એક એવી હોટેલની દુનિયા, જે તમને સમગ્ર જગતની માનવજાતના પ્રત્યક્ષ સંપર્કમાં લાવી મૂકશે. એવું તો શું છે એ હોટેલમાં કે જ્યાં કોઈ કોઈને સર્વ કરતું નથી, પણ દરેક જણે સારા વેઇટરની જેમ હાથમાં ટ્રે લઈને ઊભા રહેવાનું હોય છે અને જેને જે જોઈએ તે જાતે લઈ લેવાનું હોય છે ?!
`ચૌરંગી’ એક એવી નવલકથા છે, જેના પોતમાં ઘણીબધી કરુણરસિક જીવનકથાઓ વણાઈ ગઈ છે. આમ તો સૌના જીવનમાં કોઈને કોઈ કરુણ કથા પડેલી છે. સપાટી ઉપર વહેતા માનવીય જીવનના ગર્ભમાં નિરંતર વહેતો કારુણ્યનો અદૃશ્ય પ્રવાહ અહીં નાયકની વાણીરૂપે પ્રગટ થાય છે. `ચૌરંગી’ની કથાસૃષ્ટિમાં કાવાદાવા, ભેદ-પ્રપંચ, દંભ, વિલાસ-વ્યભિચાર, સ્નેહીઓની બેવફાઈ, પ્રણયભગ્ન માનવીની સમર્પણભાવના અને સામાન્ય મનુષ્યની માણસાઈનાં વિવિધ રૂપે દર્શન થાય છે.
મહાનગર કલકત્તાના બૅકડ્રૉપમાં લખાયેલી આ ક્લાસિક નવલકથા અટપટા માનવમનની ઘૂંટાયેલી કરુણતાને વાચા આપે છે. ભારતની અનેક ભાષાઓમાં પ્રગટ થયેલી આ નવલકથા તમને દિગ્મૂઢ કરી દેશે.
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789388882927
Month & Year: September 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 344
Weight: 0.31 kg
Additional Details
ISBN: 9789388882927
Month & Year: September 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 344
Weight: 0.31 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Chaurangi”
You must be logged in to post a review.