Urjit Patel
1 Book
શ્રી ઉરજિત આર. પટેલ ભારતીય રિઝર્વ બૅન્કના 24મા ગવર્નર રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ બૅન્ક ફોર ઇન્ટરનૅશનલ સેટલમૅન્ટ્સના ડિરેક્ટર અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઇન્સ્ટિટ્યૂટના ઍડ્વાઇઝરી બોર્ડના સભ્ય પણ રહી ચૂક્યા છે. રિઝર્વ બૅન્કના ગવર્નરનો હોદ્દો સંભાળતાં પહેલાં તેઓ તેના નાયબ ગવર્નરપદે હતા અને નાણા નીતિ તેમના અખત્યાર હેઠળ હતી. તેઓ નાણા નીતિને સધ્ધર બનાવવાની સમિતિના અધ્યક્ષ પણ હતા. 2013થી 2018 દરમિયાન ઉરજિતભાઈ G-20 અને BRICSના નાણાપ્રધાનો અને કેન્દ્રીય બૅન્કોના ગવર્નરોના જૂથના પ્રમુખ/ઉપપ્રમુખ પણ હતા. તેની પહેલાં તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ ફાઇનાન્સ કંપની સાથે પણ કામ કર્યું હતું.તેમણે કારકિર્દીની શરૂઆત ઇન્ટરનૅશનલ મોનેટરી ફંડ(IMF)ના અર્થશાસ્ત્રી તરીકે કરી હતી. તેઓ ભારતીય નાણા મંત્રાલયના સલાહકાર અને વૉશિંગ્ટન ડી.સી ખાતેની બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂસનના બિન-રહેવાસી વરિષ્ઠ ફેલોનું પદ પણ સંભાળી ચૂક્યા છે. બે વર્ષ પહેલાં તેમને યેલ યુનિવર્સિટી તરફથી વિલબર ક્રૉસ મેડલ એનાયત થયો હતો. તેઓ ઑક્સફર્ડની લીનેકર કૉલેજના માનદ્ ફેલો છે.

Showing the single result

  • Overdraft

    250.00

    નૈતિક નિર્ણયોની ભૂલોનો `કાળો પડછાયો’ લાંબો થતો જાય છે. ભારતમાં વિવિધ નીતિઓ સંદર્ભે અનેક ફેરફારો થઈ રહ્યા છે. પ્રભાવશાળી સરકારી ક્ષેત્ર, નાણાકીય ખાધ અને મુક્ત નિયમો – એક ત્રિભેટે આવીને ઊભાં છે. જો આ ગૂંચવણનો ઉકેલ નહીં આવે તો આપણે કંઈક તો ગુમાવવું જ પડશે…. પૈસા વાપરવા કોને ન ગમે?... read more

    Category: 2022
    Category: 2023
    Category: Finance
    Category: January 2023
    Category: Latest
    Category: New Arrivals