ડૉ. સુનિલ જોગી દેશના જાણીતા અને લોકપ્રિય હાસ્ય કવિ છે. તેમણે લગભગ 75 પુસ્તકો લખ્યાં છે. વિવિધ રાષ્ટ્રીય સમાચારપત્રોમાં લેખનકાર્યની સાથે સાથે તેમણે અનેક ન્યૂઝ ચેનલો ઉપર પણ પોતાની અનોખી રજૂઆત કરી છે. તેમણે ભારત ઉપરાંત અમેરિકાના ૧૮ શહેરો, કૅનેડા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, નૉર્વે, દુબઈ, મસ્કત, સુરીનામ જેવા દેશોમાં ૨૫૦ કરતાં પણ વધારે કવિ સંમેલનોમાં કાવ્યપઠન અને સંચાલન કર્યું છે.શ્રી જોગીએ અનેક કૅસેટ્સ અને ફિલ્મોમાં ગીતનું લેખનકાર્ય કર્યું છે. તેમણે સંસદ ભવનથી લઈને વિવિધ મંત્રાલયો તેમ જ રાજ્યસ્તરની અકાદમીઓમાં ઉચ્ચપદે કાર્ય કર્યું છે. તેઓ અનેક રાજકીય નેતાઓના સલાહકાર પણ છે. આજે દેશની નવી પેઢીના કૃતિઓમાં તેમને સૌથી વધુ લોકપ્રિય કવિ માનવામાં આવે છે.