સુનિલ હાંડાએ BITS પિલાનીથી એન્જિનિયરિંગમાં સ્નાતક અને IIM અમદાવાદથી MBA કર્યું છે. તેઓ અગ્રણી ઉદ્યોગપતિ છે જેમણે Core Healthcare અને Core Emballage ની અમદાવાદમાં સ્થાપના કરી છે. ભારતમાં શાળાના શિક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપવાના ઉદ્દેશ સાથે ‘એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન’ની સ્થાપના કરી છે. IIM અમદાવાદમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે સેવા આપી છે.