સુદીપ નાગરકર એ અંગ્રેજીમાં લખતા ભારતીય નવલકથાકાર છે. તેમની પ્રથમ નવલકથા ‘Few Things Left Unsaid’ 2011 માં સૃષ્ટિ પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તેમની બાર નવલકથાઓ પ્રકાશિત થઈ ચૂકી છે. રોમેન્ટિક શૈલીમાં લખતા ભારતના બેસ્ટસેલર લેખકોમાંના એક હોવાના કારણે 2013 માં તેમને ‘યુથ એચીવર્સ એવોર્ડ’ મળ્યો હતો. ‘It started with a friend request’ તેમની આ નવલકથા 2013 ની એમેઝોન ઈન્ડિયાની બેસ્ટસેલર નવલકથા બની હતી. તેમના લખાણોમાં મિત્રતા, સાચા પ્રેમ અને સંબંધમાં વિશ્વાસની થીમ હોય છે. તેમના બધા પુસ્તકો સત્યઘટના આધારિત છે.
“Tame Vaso Chho Mara Sapna Ma” has been added to your cart. View cart