Sonia Golani
1 Book
લેડી શ્રી રામ કૉલેજનાં વિદ્યાર્થિની સોનિયા ગોલાનીએ આ કૉલેજમાંથી B.A.(Hons)ની ડિગ્રી મેળવી છે અને દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ એક સફળ એન્ટ્રેપ્રેન્યોર છે અને મૅનેજમૅન્ટ કન્સલ્ટન્ટ્સ ગ્રૂપ ચલાવે છે. આ ગ્રૂપ બૅન્કિંગ, નાણાંકીય સેવાઓ, વીમા અને FMCG સેક્ટરોમાં વ્યાવસાયિકોની નવી ભરતીના કામ સાથે સંકળાયેલું છે.જયપુરમાં શાળાના અભ્યાસથી જ તેજસ્વી રહેલાં સોનિયાએ દસમા ધોરણની રાજસ્થાન બોર્ડની પરીક્ષામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ISCના અભ્યાસ માટે સોનિયા મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ સ્કૂલમાં જોડાયાં, ત્યારે ત્યાં પણ તેમણે પ્રથમ સ્થાન અંકે કર્યું હતું. કૉલેજમાં તેઓ સ્ટુડન્ટ્સ યુનિયનમાં ખજાનચીની ફરજો સંભાળી ચૂક્યાં છે.તેમનું પહેલું પુસ્તક `કૉર્પોરેટ ડિવાઝ' ઓક્ટોબર 2011માં પ્રકાશિત થયું છે અને તેને ખૂબ સારો આવકાર મળ્યો છે. જીવન અને તેનાં નાનાંમોટાં પરિવર્તનોમાં રસ ધરાવતાં સોનિયા હજુ ઘણાં પુસ્તકો લખવાની ઇચ્છા ધરાવે છે. ગોલ્ફની રમતનાં શોખીન સોનિયા અન્યને કારકિર્દી ઘડતરમાં સહાયરૂપ થતા રહેવાની ખેવના પણ સેવે છે. એક અનોખા જુસ્સા સાથે સોનિયા આ બધી જ મનપસંદ પ્રવૃત્તિઓ કરવા માટે કટિબદ્ધ છે!