શિવદાન ગઢવી ગુજરાતી ભાષાના લોકસાહિત્ય સંપાદક અને લેખક છે. તેમનો જન્મ સુરપુરા (મહેસાણા)માં થયો હતો. તેમણે પ્રાથમિક કેળવણી દેણપુરાની પ્રાથમિક શાળામાં તથા માધ્યમિક કેળવણી બેચરાજીની સર્વોદય માધ્યમિક શાળામાંથી મેળવ્યું. મેટ્રીકમાં બેચરાજી તાલુકા પ્રથમ નંબરે ઉત્તિર્ણ થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાત કૉલેજ અમદાવાદથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે બી.એસ સી ની પદવી મેળવી.
તેમણે 'ચારણી સાહિત્યના પ્રતિભાશાળી કવિઓ', 'ખાંભીએ નમે શિર'(લોકકથા), 'ખાંભીએ ચડે સિંદૂર'(લોકકથા), 'ખાંભીએએ સાજણ સાંભર્યા', 'દુહા છંદની સૌરભ', 'ઢોલ ઘડુક્યા' (ચારણી લગ્નગીત સંગ્રહ), 'ચારણી સાહિત્યના શિલ્પીઓનું વૃંદાવન' , 'શબ્દો ગગને ગાજ્યા' , 'કન્યા પધરાવો સાવધાન' સાથે કુલ ૧૯ પુસ્તકો રચ્યા છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનો કાકા કાલેલકર પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ‘ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર’ મળેલ છે.
“Safaltani Saurabh” has been added to your cart. View cart