શિશિર શ્રીવાસ્તવ લેખક, કારકિર્દી સલાહકાર અને કાઉન્સેલર છે. તેઓ 17 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. તેમનો જન્મ લખનૌમાં થયો હતો. તેમણે 1995 થી 1998 દરમિયાન ગોવાની નેવલ એકેડમીમાં એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે તાલીમ લીધી હતી. તેમણે ગોવા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક અને IGNOUમાંથી કાઉન્સલિંગ સાયકોલોજીમાં માસ્ટર કર્યું. તેમણે ચાર પુસ્તકો લખ્યાં છે. પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા જૂન 2010માં પ્રકાશિત તેમનું પહેલું પુસ્તક ‘The Eight Powers Within You’ ઈન્ડિયન ટુડેની નોન-ફિક્શન બેસ્ટસેલિંગ લિસ્ટમાં સ્થાન પામ્યું અને તેનું ચાર ભાષાઓમાં ભાષાંતર થયું છે. તેઓ 2004 થી 2010 સુધી વિશ્વની આંતરરાષ્ટ્રીય ચીફ જસ્ટિસ કોન્ફરન્સના ઓર્ગેનાઇઝ સેક્રેટરી હતા. જેમાં વિશ્વના 125 દેશોના 900 થી વધુ ન્યાયાધીશોએ ભાગ લીધો છે.