શિશિર રામાવત આપણી ભાષાના જાણીતા લેખક અને પત્રકાર છે. તેમનો જન્મ જામનગરમાં થયો હતો. તેમણે ‘સ્પિરિટ ઑફ લગાન’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો છે. દિવ્ય ભાસ્કર, સંદેશ અને ચિત્રલેખામાં તેમની ‘ટેકઓફ', 'મલ્ટિપ્લેસક્સ' તેમજ 'વાંચવા જેવું’ કોલમો લોકપ્રિય નીવડી છે. તેમણે લખેલાં 'તને રોજ મળું છું, પહેલીવાર’, ‘જીતે છે શાન સૈ', 'પ્રતિપુરુષ, ‘હરખપદુડી હંસા' અને ‘હું... ચંદ્રકાન્ત બક્ષી' નામના નાટકો દર્શકો તેમજ વિવેચકો દ્વારા પ્રશંસા પામ્યા છે. માઈક્રોસોફ્ટ કંપનીમાં ગુજરાતી લેંગ્વેજ એક્સપર્ટ તરીકે કામ કરી ચૂકેલા શિશિર રામાવત આમિર ખાનના ‘સત્યમેવ જયતે' નામના ટીવી શૉ સાથે પણ સંકળાયેલા છે.
“Mane Andhara Bolave Mane Ajvala Bolave (Part 1-2)” has been added to your cart. View cart