Shairon Mejel
2 Books
શેરોન મેજેલ પ્રેગ્નેન્સી અને પેરેન્ટિંગ એકસપર્ટ, બેસ્ટસેલિંગ લેખક, પેરેન્ટિંગ કોચ, અને સ્પીકર છે. તેઓ ઓનલાઇન પેરેન્ટિંગ કોર્સ અને ઇ-ગાઈડન્સ આપે છે, તેઓ બેસ્ટસેલિંગ પુસ્તક What to Expect When You're Expecting નાં લેખિકા છે. તેઓ ઍવોર્ડ વિજેતા વેબસાઇટ WhatToExpect.com પણ ચલાવે છે. તેમણે EverydayHealth.com, પેરેન્ટિંગ મેગેઝિન, બેબીટૉક મેગેઝિન, વૉશિંગ્ટન પોસ્ટ અને અન્ય વિવિધ પ્રકાશનો માટે પણ લખ્યું છે. દર્દીઓને ડૉક્ટરો સાથે જોડતી હાર્ટ હેલ્થ ટેક્સ્ટ મેસેજિંગ સર્વિસ Doc2Me નાં તેઓ સ્થાપક અને એક્ઝિક્યુટિવ એડિટર હતા. તેઓએ પત્રકારત્વની શરૂઆત ટેલિવિઝનના ન્યૂઝ લેખક અને નિર્માતા તરીકે ફોક્સ 5 ન્યૂઝ અને ચેનલ 11 ન્યૂઝ પર કરી હતી. તેમણે કોલંબિયા યુનિવર્સિટીની સ્કૂલ ઑફ જર્નાલિઝમમાંથી પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી અને કોલંબિયા યુનિવર્સિટીના બાર્નાર્ડ કોલેજમાંથી અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી.