3 Books / Date of Birth:-
02-05-1921 / Date of Death:-
23-04-1992
સત્યજીત રાય ભારતીય ફિલ્મ નિર્દેશક હતા, જેમને ૨૦મી સદીના શ્રેષ્ઠ ફ઼િલ્મ નિર્દેશકોમાં ગણવામાં આવે છે. એમનો જન્મ કોલકાતામાં કલા અને સાહિત્યની દુનિયામાં જાણીતા એક બંગાળી પરિવારમાં થયો હતો. એમણે પ્રેસિડેન્સી કૉલેજ કોલકાતા અને વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. એમણે કારર્કિદીની શરુઆત ચિત્રકાર તરીકે કરી હતી. તેઓ ફ્રાન્સના ફિલ્મ નિર્દેશકને મળ્યા અને લંડનમાં ઇટાલિયન ફિલ્મ લાદ્રી દી બિસિક્લેત્તે (Ladri di biciclette,) જોયા પછી ફિલ્મ નિર્દેશન બાજુ ખેંચાયા.
તેમણે પોતાના જીવનમાં 36 ફિલ્મોનું નિર્દેશન કર્યુ, જેમા ફ઼ીચર ફ઼િલ્મો, વૃત્તચિત્ર અને લઘુ ફ઼િલ્મો પણ છે. એમની પહેલી ફ઼િલ્મ ‘પાથેર પાંચાલી’ કાન્સ ફ઼િલ્મોત્સવમાં કુલ અગિયાર આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થઈ હતી. તેઓ ફ઼િલ્મ નિર્માણને લગતા ઘણાં કામો જાતે જ કરતા હતા. પટકથા, અભિનેતાની શોધ, પાર્શ્વ સંગીત, લખાણ, ચલચિત્રણ, કલા નિર્દેશન, સંપાદન અને પ્રચાર સામગ્રીની રચના કરવી. ફ઼િલ્મો બનાવવા ઉપરોક્ત તેઓ વાર્તાકાર, પ્રકાશક, ચિત્રકાર અને ફ઼િલ્મ સમીક્ષક પણ હતા. તેઓ ભારતરત્ન અને ઑસ્કાર ઍવોર્ડ સહિત અનેક ઍવોર્ડથી સન્માનિત થયા હતા.
“Gangtok Ma Garbad” has been added to your cart. View cart