18 Books / Date of Birth:-
04-04-1919 / Date of Death:-
05-02-1988
સારંગ બારોટ લોકપ્રિય ગુજરાતી લેખક હતા. તેમનો જન્મ વિજાપુર ખાતે થયો હતો. તેઓ માત્ર 5 ચોપડી ગુજરાતી ભણ્યા હતા. 1941-40 દરમિયાન મુંબઇ ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કેમેરામૅન, પ્રેસ ફૉટૉગ્રાફર-રિપોર્ટર તરીકે કાર્યરત હતા. આશરે ત્રીસેક જેટલી નવલકથાઓનાં લેખક. તેમની નવલકથાઓમાં મુખ્ય વિષય તરીકે કૌટુંબિક પ્રશ્નોની છણાવટ રહેતી. ‘ઝોબો’, ‘વાડામાંનો વાઘ’, ‘સુખિયો જીવ’ અને ‘કપાતર’ એમની જાણીતી વાર્તાઓ હતી.