ડો. સંતોષ વીરડિયાને બાળપણથી જ ગૂઢવિદ્યામાં ખૂબ જ રસ હતો અને તેથી તેઓ 14 વર્ષની વયથી જ જ્યોતિષવિદ્યા અને મંત્રવિદ્યા શીખતા હતા. ગિરનારમાં મંત્ર આદેશ થયા પછી ભણવા માટે ઈ. સ. 1931માં અમદાવાદ આવ્યા અને સી. એન. વિદ્યાલય ટેકનિકલ વિભાગમાં ઇ.એસ.ટી. કર્યું. ત્યારબાદ તેમણે ઈ.સ.1999માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. બાળપણના શોખ અને ગુરુજીના આશીર્વાદથી તેમણે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર વિશેનો અભ્યાસ શરૂ કર્યો. ત્યારબાદ તેમણે હિન્દુ એસ્ટ્રોલૉજી ઓફ લંડન યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી અને વાસ્તુશાસ્ત્રના વિષયમાં આગળ સંશોધન શરૂ કર્યું. વાસ્તુ એક એનર્જેટિક અને ટેકનિકલ વિષય હોવાથી તેમણે તેના અને જ્યોતિષવિદ્યાના સમન્વયથી એસ્ટ્રોવાસ્તુનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઈ.સ.2014માં ઓમકારેશ્વર યુનિવર્સિટીમાંથી વાસ્તુવિજ્ઞાનમાં પી.એચ.ડી. પૂર્ણ કર્યું. ગુરુજીના આશીર્વાદ મેળવી તેમણે તંત્રવિદ્યામાં પણ ખૂબ જ વાંચન અને સંશોધન કર્યું અને તંત્રવાસ્તુની રચના કરી. તેમણે તંત્રવાસ્તુને લઈને ગુજરાતનાં ઘણા સ્થળોએ લેક્ચરર તરીકેની સેવાઓ આપી. સંતોષ ગુરુ તેમનું ઉપનામ છે.