કુશળ વ્યવસ્થાપન અને વન્યજીવ સંરક્ષણમાં અભૂતપૂર્વ યોગદાન માટે ડૉ. સંદીપ કુમાર ગુજરાત વનવિભાગના એક જાણીતા અધિકારી છે. સાત વર્ષ સુધી સાસણ, ગિર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે નાયબ વન સંરક્ષક (ભારતીય વન સેવા) તરીકે ફરજ બજાવી ચૂકેલા ડૉ. સંદીપ કુમાર, વર્તમાન સમયમાં ભાવનગર વનવિભાગ ખાતે નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભાવનગર એ એશિયાટિક લાયન લૅન્ડસ્કેપનો જ એક ભાગ છે. જેને સિંહોનો નવો આવાસ વિસ્તાર પણ કહેવામા આવે છે. ડૉ. સંદીપ કુમાર એ જિનેટિક્સના વિષયમાં Ph.D. કર્યું છે. એક વન્યજીવ રક્ષક હોવાની સાથે સાથે તેઓ વન્યજીવો પ્રત્યેના વિવિધ જાગૃતિ કાર્યક્રમો સાથે પણ જોડાયેલા છે. વન્યજીવોનું વ્યવસ્થાપન કરવાની સાથે સાથે કામગીરીના ભાગરૂપ તેમને વન્યજીવો અને એમાં પણ ખાસ કરીને સિંહનાં વિવિધ વર્તનો અને વર્તણૂકોનું અવલોકન કરવાની ઘણી તક મળી છે, જેના દ્વારા તેઓએ સામાન્ય લોકોને સિંહ અને તેની જીવનશૈલી, ગિર, ગિરના જૈવ વૈવિધ્ય વિષેની અતિસૂક્ષ્મ માહિતી પણ સરળ અને સહજ રીતે સમજાવી છે. ડૉ. કુમારે ઘણા બધાં સંશોધન પત્રો, લેખો અને પુસ્તકો લખ્યાં છે. આ સિવાય તેઓએ ગિરનોસિંહ, જ્વેલ્સઑફગિર અને શૂલપાણેશ્વર જેવાં ત્રણ પુસ્તકો પણ લખ્યા છે. ડૉ. સંદીપ કુમાર વર્તમાન સમયમાં ભાવનગર ખાતે પોતાનાં પત્ની રાજ સંદીપ અને બે બાળકો આહના અને અભિરાજ સાથે રહે છે.
“The Majestic Lions Of Gir” has been added to your cart. View cart