સચિન તેંડુલકર એ ભારતીય ક્રિકેટર છે. ૨૦૦૨ માં વિઝડને સચિનને ટેસ્ટ ક્રિકેટમાં સર ડોનાલ્ડ બ્રેડમેન બાદ બીજા ક્રમના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન અને એક દિવસીય મેચોમાં સર વિવિયન રિચાર્ડ્સ બાદ બીજા ક્રમના સૌથી મહાન બેટ્સમેન ગણાવ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૦૭ માં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ને તેંડુલકરને તેમની સામે રમેલ સૌથી મહાન ખેલાડી તરીકે ઓળખાવ્યા હતા. તેંડુલકર એ વર્તમાન પેઢીના એક માત્ર ખેલાડી છે જેમને બ્રેડમેન ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેંડુલકર કુલ છ ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમમાં સામેલ હતા, જે પૈકી ૨૦૧૧ ના વિશ્વકપની વિજેતા ભારતીય ટીમનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલ ૨૦૦૩ ના વિશ્વકપમાં ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ જાહેર કરવામાં આવ્યા હતા.તેંડુલકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ અને ભારતના ખેલ ક્ષેત્રેનું સર્વોચ્ચ સન્માન ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ થી નવાજવામાં આવ્યા છે.
“Sachin Tendulkar Mari Jivan Katha” has been added to your cart. View cart