Rekha Bhatt (Dr.)
2 Books
ડૉ. રેખાબહેન હાલ સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યાં છે. તેમણે ગુજરાતી વિષય સાથે એમ.એની પરીક્ષામાં યુનિવર્સિટીમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમણે ગુજરાતી સિવાય બીજી અનેક ભાષાઓનો અભ્યાસ કર્યો છે ને પોતાની શૈક્ષણિક સજ્જતામાં સતત વધારો કરતાં રહ્યાં છે. એમણે કાયદાનો અભ્યાસ પણ કર્યો ને ‘મોહમ્મદ માંકડની ટૂંકીવાર્તાઓ - એક અભ્યાસ' વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. પીએચ.ડી.ના માર્ગદર્શક પણ છે. તેમના માર્ગદર્શન નીચે ૧૭ વિદ્યાર્થીઓએ એમ ફિલ, અને વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. કૉલેજના અધ્યાપન ઉપરાંત પ્રતિષ્ઠિત સામાયિકોમાં અવારનવાર લેખો લખી પોતાના જ્ઞાનને વિસ્તાર છે. ઈન્ટરનેશનલ, નેશનલ, સ્ટેટ લેવલની કોન્ફરન્સ, સેમિનારમાં વક્તા તરીકે વક્તવ્ય આપે છે. પેપર રજૂ કરે છે.