ડૉ. રવીન્દ્ર અંધારીયા એ શિક્ષણક્ષેત્રે આચાર્ય તરીકે સુદીર્ઘ સેવાઓ આપવાની સાથે બાળકિશોર સાહિત્યક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. તેમનું વતન ભાવનગર છે. તેમનું લેખન ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણે ભાષામાં રહ્યું છે. એમને બાલસાહિત્યના અનેક પુસ્તકો આપ્યાં છે. એમને બાળવાર્તાઓ માટે ગુજરાતી સાહિત્ય અકાદમીનું, લઘુકથા માટે શ્રી મોહનલાલ પટેલ (કડી) શ્રેષ્ઠ લઘુકથા પરિતોષિક, 'તાદર્થ્ય'નું શ્રેષ્ઠ વાર્તા પારિતોષિક વગેરે વિવિધ પરિતોષિકોથી સન્માનિત થયા છે. 'ભારતીય વિજ્ઞાનકથાઓ' એ ભારતની વિવિધ ભાષાઓમાં લખાયેલી કથાઓનો અનુવાદ છે. સરળ ભાષામાં થયેલો આ અનુવાદ રસપ્રદ છે.
“Tare Jamin Par” has been added to your cart. View cart