રવિન્દર સિંઘ એક સૉફ્ટવેર એન્જિનિયર અને નવ નવલકથાઓના લેખક છે. તેમણે ઈન્ફોસિસમાં IT પ્રોફેશનલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 2007માં તેમની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ થઈ તે પહેલાં તેનું અવસાન થયું. તેમણે પોતાની કથા પ્રથમ નવલકથા I Too Had a Love Story માં લખી હતી. આ નવલકથાની સમીક્ષા ઈન્ફોસીસનાં ચેરમેન એમ આર નારાયણ મૂર્તિએ કરી હતી. સિંઘનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમણે કર્ણાટકની ગુરુ નાનકદેવ એન્જિનિયરિંગ કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ તેમણે ભુવનેશ્વરમાં ઇન્ફોસીસ ટેક્નોલોજીસમાં પાંચ વર્ષ કામ કર્યું. તેમણે હૈદરાબાદની ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસમાં MBA કર્યું હતું. જ્યારે તેમણે સંપૂર્ણ સમય લેખક કાર્ય માટે આપવાનું નક્કી કર્યું ત્યારે તેઓ માઇક્રોસોફ્ટમાં સિનિયર પ્રોગ્રામ મેનેજર તરીકે કાર્યરત હતા. તેમની નવલકથાઓનો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમણે 2015 માં ‘બ્લેક ઇંક’ નામથી પુસ્તક પ્રકાશન ક્ષેત્ર કાર્યરત થયા.
“Mara Hraday Ne Sparshi Gayeli Premkathao” has been added to your cart. View cart