Ravi Ila Bhatt
5 Books
લગભગ દોઢ દાયકા પહેલાં પત્રકારત્વજગતમાં પ્રવેશ કર્યો હતો. ‘દિવ્ય ભાસ્કર’ સાથે કારકિર્દીની શરૂઆત થઈ. શરૂઆતમાં અનુવાદ કરવા, સમચારોને સમજવા, તેનો વ્યાપ અને અસરો સમજવા વગેરે શીખતો ગયો. આ દરમિયાન ઘણા પત્રકાર મિત્રો, તંત્રીઓ, ડિઝાઇનર સાથીઓ, અનુવાદકો અને સિનિયર લેખકો અને સાહિત્યકારોને મળવાના તથા તેમની પાસેથી કંઈક ને કંઈક શીખવાના અવસરો સાંપડતા રહ્યા. તેમાંય 2012થી ‘સંદેશ’ પરિવાર સાથે જોડાણ થયા બાદ કારકિર્દીને એક નવી જ ઝડપ અને દિશા મળી ગયાં. પત્રકારત્વની સાથે સાથે લેખન અને અન્ય સાહિત્યિક કાર્યોમાં પણ સતત કામ કરવાના અવસરો વધતા ગયા... કદાચ એમ કહીએ કે મારા ઉપરી અધિકારીઓ અને સંદેશ મૅનેજમૅન્ટ દ્વારા અપાતા ગયા. આજે સંદેશ પરિવાર સાથે કામગીરીનો દાયકો થયો છે ત્યારે એક એવા માઈલસ્ટોન ઉપર આવી ગયો છું જ્યાં એક વૈયક્તિક ઓળખ મળી છે. અહીં હાલમાં ડેપ્યુટી ન્યૂઝ એડિટર તરીકે ફરજ બજાવવા ઉપરાંત એક કૉલમિસ્ટ તરીકે પણ સતત કાર્યરત છું. સપ્ટેમ્બર 2015માં રિલેશનના રિ-લેસન કૉલમ શરૂ કરી હતી. આ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’માં સમયાંતરે ટૂંકી વાર્તાઓ લખવાના અવસર સાંપડ્યા હતા પણ એક કૉલમિસ્ટ તરીકે સતત લખવાનો અવસર સંદેશે પૂરો પાડ્યો. અહીં જે મોકળું મેદાન મળી ગયું પછી તો પાછું વાળીને જોવાની જરૂર જ નથી પડી. અત્યાર સુધીમાં પાંચ પુસ્તકો લખ્યાં છે અને 35થી વધુ પુસ્તકોનો અનુવાદ કર્યો છે. અત્યાર સુધીમાં કુલ 42થી વધુ પુસ્તકો સાહિત્યની સેવામાં અર્પણ કર્યાં છે.