Rasiklal C. Parikh
1 Book / Date of Birth:-
20-08-1897 / Date of Death:-
01-11-1982
રસિકલાલ છોટાલાલ પરીખ ‘મૂસિકાર’, ‘સંજય’ કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક હતા. તેમનો જન્મ સાદરામાં. 1918માં પૂનાથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ત્યારબાદ શંકરાચાર્ય સેમિનારમાં ‘કમ્પરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી’ની ફેલોશિપ. મુનિશ્રી જિનવિજ્યજી પાસેથી ઇતિહાસ તેમજ વ્યાકરણનું અધ્યયન. 1919માં ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ પૂનામાં ‘હસ્તલિખિત પ્રતોના વર્ણનાત્મક કેટલૉગ’ના કાર્યમાં સહાયક તરીકે કામગીરી. 1920માં અમદાવાદ આવી ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક. 1921માં ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં આચાર્ય. અહીં ‘પુરાતત્વ’, ‘પ્રસ્થાન’ અને ‘યુગધર્મ’ના તંત્રી-સંપાદક. 1930માં વિદ્યાપીઠ છોડી. 1930-37 દરમિયાન સંશોધન, નાટ્યલેખન તેમ જ દેશાટન. 1937માં ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી. 1939-40માં ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ. 1941થી નિવૃત્તિ સુધી એના નિયામક. 1942માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1960માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર. 1964માં વિલેપાર્લે મુંબઈમાં ગુજરાતી પરિષદના પ્રમુખ.