રણછોડ શાહ છેલ્લા 45 વર્ષ કરતાં વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. તેમણે કે.જી.થી પી.જી. સુધીના શિક્ષક તરીકે શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા આપી છે. તેમણે સુરત, આણંદ અને ડભોઇની વિવિધ કૉલેજોમાં સેવા આપી છે. ભારત સરકાર દ્વારા 1975 થી 1980 દરમિયાન તકનીકી સહાય કાર્યક્રમમાં તેમને અગત્યની જવાબદારી સોંપવામાં આવી હતી.
21થી વધુ વર્ષો જુદી જુદી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળામાં આચાર્ય તરીકે સેવા આપીને તેઓ ઉત્તમ સંચાલક સાબિત થયા છે. વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી.
તેઓ ‘બાલમૂર્તિ’, ‘અખંડ આનંદ’, ‘સારસ્વત’, ‘પ્રગતિશીલ શિક્ષણ’, ‘આદિત્ય કિરણ’, ‘મેડિમિક શિક્ષણ પરીક્ષણ’ સામયિકોમાં નિયમિતપણે લખે છે. તેમણે અત્યાર સુધીમાં ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં શિક્ષણ વિશેના આઠ પુસ્તકો પ્રકાશિત કર્યા છે.