રમેશ પ્રભુરામ તન્નાનું વતન ઉત્તર ગુજરાતનું અમરાપુર ગામ. પત્રકારત્વ વિષયમાં ડિપ્લોમા, ડિગ્રી (સ્નાતક) અને માસ્ટર ડિગ્રી (પારંગત) કર્યા પછી તેમણે બે વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. ન્યૂયોર્ક (અમેરિકા)થી પ્રકાશિત થતા ‘ગુજરાત ટાઇમ્સ’ સાપ્તાહિકમાં પત્રકાર-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે 14 વર્ષનો ‘મનવાસ’ માણ્યો. ‘પૉઝિટિવ મીડિયા’ના માધ્યમ દ્વારા હકારાત્મક પત્રકારત્વ કરે છે. હૃદયથી શિક્ષક છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં પત્રકારત્વ ભણાવે છે. બાળકો માટે વાચનશિબિરો યોજે છે. ‘વિચાર ટ્રસ્ટ’ સાથે મળીને ‘ગાંધીમિત્ર ઍવૉર્ડ’નું આયોજન કરે છે. હાસ્યલેખન કરે છે. વક્તા છે.
સોશિયલ મીડિયા-ફેસબુક પર તેઓ 2014થી નિયમિત રીતે ‘આજની પૉઝિટિવ સ્ટોરી’નું આલેખન કરે છે. સમાજમાં ઠેર ઠેર થતી સદ્ પ્રવૃત્તિઓની વિગતને રસપ્રદ રીતે મૂકે છે. તેમનાં જીવનસાથી અનિતા તન્ના પણ જાણીતા પત્રકાર-લેખિકા અને કર્મશીલ છે. દીકરો આલાપ ફિલ્મ મેકિંગનો ડિગ્રી અભ્યાસ કરી રહ્યો છે.
“Navi Savar” has been added to your cart. View cart