5 Books / Date of Birth:-
27-11-1929 / Date of Death:-
05-02-2014
રમેશચંદ્ર મહાશંકર શુક્લ ગુજરાતી લેખક, સંશોધક, સંપાદક અને વિવેચક હતા. તેમનો જન્મ સુરત ખાતે થયો હતો. તેમણે ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટી ખાતેથી ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું, અને ત્યારબાદ ૧૯૭૮માં ગુજરાતીમાં અને ૧૯૮૯માં સંસ્કૃતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધીઓ મેળવી. તેમણે ૨૦૦૩માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેથી ડૉક્ટર ઑવું લેટર્સ (સંશોધન)ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૫૪થી ૧૯૭૯ સુધી તેઓ વિવિધ કૉલેજોમાં અધ્યાપક રહ્યા, અને ૧૯૮૦–૮૭ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાસાહિત્યના રીડર તરીકે સેવાઓ આપી. ૧૯૮૭–૯૦ દરમિયાન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સ્થાપિત એકેડેમિક સ્ટાફ કૉલેજના સ્થાપક નિયામક; ૧૯૯૧–૯૩ દરમિયાન તેઓ સાંઈ પ્રકાશન પ્રા. લિ., સુરતના જનરલ મેનેજર તરીકે રહ્યાં અને ૨૦૦૬થી તેઓ ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના માનાર્હ નિયામક તરીકે જોડાયા હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં કરેલ મહત્ત્વના પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૯), ક્રાન્તિવીર નર્મદ પુરસ્કાર (૧૯૯૬-૯૭), ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૨૦૦૦), મેક્સમૂલર ઇન્ટરનેશનલ એવોર્ડ (૨૦૦૩); ગુજરાત ગૌરવ પુરસ્કાર (૨૦૦૪) અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા વિશિષ્ટ સેવા સન્માન (૨૦૦૫) પ્રાપ્ત થયાં હતા.
“Aapna Pratinidhi Sarasvato” has been added to your cart. View cart