11 Books / Date of Birth:-
25-01-1908 / Date of Death:-
20-09-2006
રમણલાલ પીતાંબરદાસ સોની, જેઓ તેમના ઉપનામ સુદામો વડે પણ ઓળખાતા હતા, બાળસાહિત્યકાર, અનુવાદક અને સામાજીક કાર્યકર હતા. તેમનો જન્મ મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. ૧૯૪૫માં તેઓ બી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય બન્યા. ૧૯૪૫માં નોકરી છોડીને તેઓ સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય બન્યા. ૧૯૩૨માં સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ યરવડા જેલમાં બંગાળી ભાષા શીખ્યા હતા. તેમણે ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું હતું. ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા હતા. બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકે એમનું આગવું સ્થાન છે. શરદચંદ્ર ચટ્ટોપધ્યાય, રવીન્દ્રનાથ, દેવેશ દાસ, નરેશબાબુ વગેરેની વાર્તા-નવલકથાઓના અનુવાદો એમણે આપ્યા છે. ૧૯૯૬માં તેમને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૯૯માં તેમને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો હતો
“Tarzen Ane Sinhpurush” has been added to your cart. View cart