રામ કૈલાશ ગુપ્તા સ્વતંત્રતા સેનાની પરિવારમાં જન્મેલા એક પ્રસિદ્ધ શિક્ષણવિદ્ છે. તેઓ ‘ટેક્નિયા ગૃપ ઑફ ઈન્સ્ટિટયૂટ’ના ચેરમેન, ‘મહારાજા અગ્રસેન ઈન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી'ના સંસ્થાપક જનરલ સેક્રેટરી, ‘મહારાજા અગ્રસેન ઈન્સ્ટિટયૂટશલ કિડની હોસ્પિટલ'ના સંસ્થાપક સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ઘણીબધી સંસ્થાઓ તથા સોસાયટીઓના સંસ્થાપક, ટ્રસ્ટી તેમજ સદસ્ય છે. તેઓ સમાજસુધારાના વિભિન્ન ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે.
દિલ્હી વિશ્વવિદ્યાલયથી નિવૃત્ત થયેલા શ્રી ગુપ્તાએ અનેક સાહિત્યિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. તેઓ ‘ટેક્નિયા ગૃપ ઑફ ઈન્સ્ટિટયૂટ’ દ્વારા પ્રકાશિત ‘યંગસ્ટર ન્યૂઝપેપર’, ‘ટેક્નિયા ટાઈમ્સ’, ‘ટેક્નિયા જર્નલ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ’ના ચીફ એડિટર છે. શ્રી ગુપ્તાએ અનેક દેશોની યાત્રાઓ કરી છે અને તે દેશોમાં ભાષણ, બેઠકો, સલાહ અને માર્ગદર્શન આપ્યાં છે.
શ્રી ગુપ્તાને એમની ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ માટે ‘દિલ્હી રત્ન એવોર્ડ’, ‘વૈશ્યરત્ન ઍવોર્ડ’, ‘કર્મયોગી ઍવોર્ડ’, ‘લાઈફ એચિવમેન્ટ એવોર્ડ’ ‘લાયન્સક્લબ એવોર્ડ’ અને સામાજિક, રાજનૈતિક તથા અન્ય કાર્યો માટે વિભિન્ન એસોસિએશન, ફેડરેશન તથા મીડિયા દ્વારા ૧૦૦થી વધુ ઍવોર્ડ મળ્યા છે.
“Secrets Of Super Success” has been added to your cart. View cart