તળાજાની નવકાર મંત્ર ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા અને ભાવનગર જિલ્લાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ શાળાજીવનથી જ સંગીત અને સાહિત્યના કલાસાધક રહ્યા છે. તેમને ‘કુમાર’ ટ્રસ્ટનું વર્ષ 2015નું કમલાબેન પરીખ પારિતોષિક (કુમાર ચંદ્રક) અર્પણ થયો છે. વર્ષ 2017નો રાજ્ય કક્ષાનો બ્રહ્મ ‘ગૌરવ પુરસ્કાર’, CWDC તરફથી ‘બેસ્ટ કૉલમ રાઈટર’ (2018), રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે, 2019નો ‘સંસ્કાર વિભૂષણ ઍવૉર્ડ, તેમજ ભાવનગરની શિશુવિહાર સંસ્થા તરફથી સ્વ. રીતા ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન(2019) ઈત્યાદિ માન-અકરામ પ્રાપ્ત થયા છે. આકાશવાણીના રાષ્ટ્રીય કવિસંમેલનમાં પણ એમની પસંદગી થયેલી છે. રક્ષા શુક્લ તેમની અનેક આયામી સાહિત્યયાત્રા દ્વારા ભાવનગરનું નામ રોશન કર્યું છે.
“Manasmarm” has been added to your cart. View cart