ગુજરાતી સાહિત્યના લગભગ આધુનિકોત્તર કહેવાય તેવા સમયે કેટલાંક સર્જકો પાસેથી નોંધપાત્ર કહી શકાય એવું સર્જન પ્રાપ્ત થાય છે. જેમાં રાજેશ અંતાણીનું નામ અવશ્ય લેવું જોઇએ. રાજેશ અંતાણીનું સર્જનકાર્ય આરંભાય છે અને એ પણ આધુનિક સર્જકો અને પોતાના આ બે પૂર્વકાલીન કહેવાય તેવા બે સમકાલીનોથી થોડા જુદા પડીને આગવી મુદ્રા સાથે. રાજેશ અંતાણી મુળે તો ટૂંકીવાર્તાના સર્જક પરંતુ તેમનું સર્જકીય ભાવજગત તેમને નવલકથા જેવા વિસ્તીર્ણ ફલક પર ઘસડી જાય છે.
તેમના વાર્તાસંગ્રહોમાં ‘પડાવ’, (1982), વાવડો (1996), અને ‘ધણધણાટી’ (2017) છે.
તેમની નવલકથાઓમાં ‘સંબંધની રેતી’, (1988) ‘વાસવનમાં વરસાદ’ (1991) ‘સફેદ ઓરડો’ (1991) ‘અભાવનો દરિયો’ (1992) ‘અલગ’ (1993) ‘ખાલી છીપ’ (1995) ‘સંધિરેખા’ (2003) ‘મેઘમહેર’ (2015) છે.
“Panino Awaj” has been added to your cart. View cart