રાહુલ ભોળે એક લેખક, ફિલ્મ દિગ્દર્શક અને ફિલ્મ એડિટર છે. જુલાઈ 2017માં તેમની પહેલી ગુજરાતી ફિલ્મ ‘ચોર બની થનગાટ કરે’ રિલીઝ થઈ તે અગાઉ તેમણે ઘણી શોર્ટ ફિલ્મ્સ અને ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ્સ લખી અને તેનું ડાયરેકશન પણ તેઓ કરી ચૂક્યા છે. એકાંકી નાટકો, ગુજરાતી ટીવી શો અને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની વચ્ચે વિજ્ઞાન ક્ષેત્રે અગાઉ ક્યારેય ન વાંચ્યા હોય તેવા વિષયો પર લખતા રહ્યા છે. શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા પર બનેલી ફિલ્મ ‘રેવા’માં પણ તેમણે એક સહ-લેખક, દિગ્દર્શક અને એડિટરની ભૂમિકા ભજવી છે, જે ફિલ્મ ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓનું દિલ જીતવામાં સફળ રહી હતી અને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મના રાષ્ટ્રીય પુરસ્કારની સાથે-સાથે અનેક ઍવોર્ડ્સ પણ જીતી ચુકી છે. રાહુલ ભોળેની ત્રીજી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ પણ બહુ જ જલ્દી સિનેમાઘરોમાં જોવા મળશે. નાનપણથી જ સાયન્સ ફિક્શન ફિલ્મોના શોખે સાયન્સ સાથે તેમની એક અલગ ‘કૅમેસ્ટ્રી’ રચી જેના થકી તેઓ વિજ્ઞાન વિષયમાં સંશોધનો કરવા પ્રેરાયા.