Prafull Kanabar
5 Books
પ્રફુલ્લ કાનાબાર સન 2002થી લેખનક્ષેત્રે કાર્યરત છે. તેમની 175 નવલિકાઓ, બાર લઘુનવલ તથા બે નવલકથા દેશ વિદેશના વિવિધ અખબારો તથા સામાયિકોમાં પ્રકાશિત થઈ ચૂકેલ છે. જેમાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, મુંબઈ સમાચાર, મીડ ડે, ફૂલછાબ, ગુજરાત સમાચાર (UK), ગુજરાત ટાઈમ્સ (USA), ચિત્રલેખા, અભિયાન, અખંડ આનંદ, જનકલ્યાણ, ગુજરાત, ઉત્સવ, કૉકટેલ ઝિંદગી, નવચેતન, ફિલિંગ્સ, વાર્તાસૃષ્ટિ, સાધના, પારિજાત, વિરાજ તથા લાવણ્યનો સમાવેશ થાય છે. અમદાવાદ આકાશવાણીમાં તેમની અનેક વાર્તાઓને સ્થાન મળી ચૂકેલ છે. તેમના પ્રથમ પુસ્તક ‘રમત આટા પાટાની’ને આણંદની લય પ્રલય સંસ્થાન દ્વારા વર્ષ 2015ના શ્રેષ્ઠ નવલિકા સંગ્રહ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. વિવિધ વાર્તાસ્પર્ધાઓમાં તેમની કુલ ચાર વાર્તાઓ ‘પતિવ્રતા’, ‘કન્ફેશન’, ‘આક્રોશ’ અને ‘અજંપો’ ઈનામ વિજેતા ઘોષિત થઈ ચૂકેલ છે. તેમના પુસ્તક ‘મેઘધનુષનો આઠમો રંગ’ની પાંત્રીસ હાજર નકલો શ્રી પુનીત સેવા ટ્રસ્ટ મારફતે જનકલ્યાણના આજીવન ગ્રાહકો માટે કરવામાં આવેલ છે. ભારતીય જીવન વીમા નિગમે પરિચય પત્રિકાના માધ્યમ મારફતે તેમની ત્રણ વાર્તાઓ ‘શ્રધ્ધાંજલિ’ ‘અસ્તિત્વ’ તથા ‘આધાર’નું હિન્દીમાં રૂપાંતર કરીને ઑલ ઇન્ડિયા લેવલે પ્રકાશન કરેલ છે. સન 2018 થી 2020 દરમ્યાન શ્રી પ્રફુલ્લ કાનાબાર લગભગ સો જેટલાં ફિલ્મી સિતારાઓની સફરને તેમની સંદેશની કૉલમ ‘મૂડ મૂડ કે દેખ’માં આલેખી ચૂક્યા છે.
View cart “Param Samipe” has been added to your cart.
Ham Honge Kamyab
₹140.00Category: 2024
Category: April 2024
Category: Inspirational
Category: New Arrivals
Soft Corner
₹200.00સંવેદનાનું નાજુક સરનામું એટલે સૉફ્ટ કૉર્નર! લોકપ્રિય લેખક જૉસેફ મૅકવાને ટૂંકી વાર્તા સંદર્ભે કહ્યું છેઃ `જીવન-સંવેદન વિના વાર્તાનો ઉગારો નથી.’ વાર્તાનો પિંડ સંવેદનાની માટીમાંથી સર્જાય છે. સંવેદના જેટલી બળકટ, વાર્તા એટલી જ ઉત્કટ! ગુજરાતી વાચકો માટે પ્રફુલ્લ કાનાબારનું નામ હવે અજાણ્યું નથી રહ્યું, એનું એક જ કારણ કે એમની વાર્તાઓ... read more
Category: Short Stories
Kahani Me Twist
₹150.00અત્યાર સુધી લખાતા ગુજરાતી વાર્તા સાહિત્યમાં એક જુદા જ પ્રકારની આબોહવા લઈને આવતી આ કથાઓ, તમારા રોમેરોમમાં એક નવો જ રોમાંચ પેદા કરશે! દિલધડક પ્રસંગો દ્વારા પ્રેમકથા પણ થ્રિલ જન્માવી શકે છે, એમાં પણ ગૂઢ રહસ્ય ધબકતું હોઈ શકે છે. આ દરેક કથા માત્ર નીરસ વર્ણનકથા નહીં બની રહેતાં તમને... read more
Category: Short Stories