પ્રદિપ એન. ખાંડવાલાએ બૉમ્બે યુનિવર્સિટી, વોર્ટન સ્કૂલ, યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયા, અને કાર્નેગી-મેલોન યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાના સભ્ય અને નેશનલ એચઆરડી નેટવર્કના માનદ સભ્ય પણ છે. તેઓએ 1975માં ભારત પરત ફરતા પહેલા ઘણા વર્ષો સુધી કેનેડાની મેકગિલ યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કર્યુ હતું. ત્યારબાદ તેઓ 2002માં નિવૃત્તિ સુધી IIM અમદાવાદ ખાતે પ્રોફેસર રહ્યા. તેઓ 1991 થી 1996 સુધી IIMA ના ડિરેક્ટર હતા. પ્રોફેસર ખાંડવાલાએ ભારતીય અને વિદેશી જર્નલમાં 16 પ્રોફેશનલ્સ બુક્સ અને 100 થી વધુ આર્ટિકલ્સ લખ્યા છે.