Nalin Raval
2 Books / Date of Birth:- 17-03-1933 / Date of Death:- 05-04-2021
નલિન ચંદ્રકાન્ત રાવળ ગુજરાતી કવિ, વાર્તાકાર અને વિવેચક છે. જન્મ અમદાવાદમાં. વતન વઢવાણ. ૧૯૫૬માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન કર્યા બાદ બી.ડી. આટ્સૅ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક.રાજેન્દ્ર-નિરંજનની અનુગામી પેઢીના સત્વશીલ આ કવિ એમની ટૂંકી રચનાઓમાં પ્રતીક-કલ્પનના વિશિષ્ટ સંદર્ભ સાથે વૈચારિક સૌન્દર્યને સુકુમાર ને સૂક્ષ્મ લયથી ઉપસાવે છે. ‘ઉદગાર’ (૧૯૬૨) એમની એકવીસ રચનાઓનો લઘુસંગ્રહ હોવા છતાં એમાં કેટલીક આધુનિક નગરસંવેદનની કસબયુક્ત અભિવ્યક્તિઓ મળે છે. ‘અવકાશ’ (૧૯૭૨) કાવ્યસંગ્રહમાં પણ સુબદ્ધ રચનાઓ એમની સ્વકીય મુદ્રાઓ સાથે મળે છે. અવકાશ (૧૯૭૨) નલિન રાવળનો ‘ઉદગાર’નો અનુગામી કાવ્યસંગ્રહ છે.‘સ્વપ્નલોક’ (૧૯૭૭) એમનો વાર્તાસંગ્રહ છે.‘પાશ્ચાત્ય કવિતા’ (૧૯૭૩)માં ગ્રીકકવિતાથી શરૂ કરી અમેરિકન કવિતાનો ભાવનસંદર્ભ છે; તો ‘અનુભાવ’ (૧૯૭૫) વિવેચનગ્રંથના કવિતા સાથેના અંગત માર્મિક સંબંધમાંથી જન્મેલાં લખાણો છે. કાવ્યભાવનના હાર્દમાં સુલભ બનેલા પ્રવેશનો રોમાંચ એમનામાં વર્તાય છે. ‘પ્રિયકાંત મણિયાર’ (૧૯૭૬)માં મૈત્રીના સંવેગથી કરાવેલો કવિતાપરિચય બહુધા વિવેકપૂર્ણ અને જીવંત છે. ‘સિંધી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’ (૧૯૭૭) એમનો અનુવાદ છે.

Showing all 2 results