એન. રઘુરામન એક એવું નામ છે, જેમણે પોતાના ઝીણવટભર્યા અવલોકન અને સૂક્ષ્મ વિવેક દ્વારા કોર્પોરેટ તેમજ નોન-કોર્પોરેટ ક્ષેત્રે ‘દીવાદાંડી’નું કાર્ય કર્યું છે. થોડામાં ઘણું કહેવાની કળા, એ આ લેખકની વિશેષતા છે. દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થતી તેમની કોલમ મૅનેજમૅન્ટ ફન્ડા ખૂબ જ લોકપ્રિય છે.