6 Books / Date of Birth:-
25-06-1907 / Date of Death:-
31-10-1984
મૂળશંકર મોહનલાલ ભટ્ટ ચરિત્રલેખક, નિબંધલેખક, અનુવાદક હતા. જન્મસ્થળ ભાવનગર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ ભાવનગરમાં. ૧૯૩૦થી ૧૯૩૯ સુધી દક્ષિણામૂર્તિ ભવનમાં તથા ૧૯૩૯થી ૧૯૪૫ સુધી તેની ભગિની સંસ્થા ઘરશાળામાં શિક્ષક તથા ગૃહપતિ. ૧૯૪૫થી ૧૯૫૩ સુધી ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાના અધ્યાપનમંદિરમાં શિક્ષક અને આચાર્ય. ૧૯૫૩થી ૧૯૬૪ સુધી લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક-ગૃહપતિ અને મુખ્ય ગૃહપતિ. નિવૃત્તિ પછી ભાવનગરમાં રહી દક્ષિણામૂર્તિ, લોકશક્તિસંગઠન, ગુજરાત નઈ તાલીમ સંઘ, ગુજરાત આચાર્યકુળ જેવી વિવિધ સંસ્થાઓમાં પ્રમુખ તરીકે પ્રવૃત્ત. ભાવનગરમાં અવસાન.પ્રેરક ચરિત્રોના લેખક તેમ જ કિશોરોમાં અત્યંત લોકપ્રિય બનેલી જુલેવર્ન, સ્ટીવન્સન વગેરેની સાહસકથાઓના અનુવાદક તરીકે જાણીતા છે