મોઈનપઠાણ એ વન્યજીવ અભ્યાસુ, પ્રશિક્ષક છે. નાનપણથી જ તેઓને વન્યજીવ પ્રત્યે એક અનન્ય લાગણી ધરાવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી તેઓએ ગીરના વન્યજીવોનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. મોઈન પઠાણ એ અલગ અલગ દેશોનો અને ત્યાંના રક્ષિત વિસ્તારનો પ્રવાસ અને અભ્યાસ કરી અલગ અલગ વન્યપ્રાણીની પ્રજાતિઓ વિશે જ્ઞાન મેળવ્યું છે. એશિયાઈ અને આફ્રિકન સિંહની પ્રજાતિ વિશેનો તફાવત સમજવા તેઓએ આફ્રિકાના ઘણાં વિસ્તારોનો પ્રવાસ કર્યો છે અને આ અભ્યાસ દ્વારા બધા અગત્યના અવલોકનો મેળવ્યા છે. આફ્રિકાના પ્રવાસ દરમ્યાન તેઓએ માનવ વન્યપ્રાણી સંઘર્ષ વિશે ઘણી માહિતી મેળવી છે. મોઈન પઠાણ, અમદાવાદ ખાતે પત્ની નુસરત અને બાળકો કબીર અને આદિલ સાથે રહે છે.
“The Majestic Lions Of Gir” has been added to your cart. View cart