મકરંદ મહેતા ભારતના એક સામાજિક અને આર્થિક ઇતિહાસકાર છે. તેમનો જન્મ અમદાવાદમાં એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, પેન્સિલ્વેનીયા યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. નિવૃત્તિ પહેલાં તેમણે ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઑફ સાયન્સિસમાં ઇતિહાસ વિભાગનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદ, ગુજરાત વિદ્યાસભા અને દર્શક ઇતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓએ અંગ્રેજી અને ગુજરાતીમાં ૨૦થી વધુ પુસ્તકો લખ્યા છે. તેમણે સામાજિક અને આર્થિક ઇતિહાસ પર પણ ઘણાં શોધપત્રો પ્રકાશિત કર્યા છે.