29 Books / Date of Birth:-
13-11-1922 / Date of Death:-
31-01-2005
મકરંદ દવે એ ગુજરાતી ભાષાના કવિ હતા.
તેમનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે ૧૯૪૦માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોષીના સંપર્કમાં આવ્યા હતા. ૧૯૬૮માં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા. તેઓ પછી મુંબઈ સ્થાયી થયા હતા.તેઓ ‘કુમાર’ (૧૯૪૪-૪૫), ‘ઉર્મિ નવરચના’ (૧૯૪૬), ‘સંગમ’, ‘પરમાર્થી’ જેવા સામયિકો અને ‘જય હિંદ’ દૈનિકના સંપાદક રહ્યા હતા.ઇ.સ. ૧૯૮૭માં તેમના પત્ની સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી.સ્વામી આનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું. ૧૯૭૯માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર(૧૯૯૭), નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર મળ્યા હતા.તેમણે કવિતાઓ, ફિલસૂફી અને આધ્યાત્મિક વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે.
“Dampatya Yog Ane Nava Lagnagito” has been added to your cart. View cart