કૃષ્ણકાંત ઉનડકટનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તેમણે B.com, LLB અને માસ્ટર ઑફ જર્નલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ સંદેશમાં ઍક્ઝિક્યુટિવ ઍડિટર તરીકે કાર્યરત છે. ‘સંદેશ’ દૈનિકની ‘સંસ્કાર’ પૂર્તિમાં તેમની કોલમ ‘ચિંતનની પળે’ ખૂબ જ પોપ્યુલર છે. બુધવારની પૂર્તિમાં ‘દૂરબીન’ અને દરરોજ કરન્ટ અફેર્સ પર ‘ઍક્સ્ટ્રા કૉમૅન્ટ’ નામની કૉલમ પ્રસિદ્ધ થાય છે. કરિયરની શરુઆત 1985 પિતાના શરુ કરેલા 'શરુઆત' નામના દૈનિકથી કરી હતી. તેઓ ‘જનસત્તા’, ‘ચિત્રલેખા’, ‘સમકાલીન’, ‘અભિયાન’, ‘ગુજરાત સમાચાર’ અને ‘સંદેશ’ જેવા માતબર દૈનિકો અને સામયિકોમાં અલગ અલગ શહેરોમાં તંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હીમાં સંસદભવનમાં પત્રકારત્વ માટેનો ઍવોર્ડ મળ્યો છે. તેઓને કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે ‘સાધના પત્રકારિતા પુરસ્કાર’ એનાયત કરાયો હતો. તેમના તેર પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.