2 Books / Date of Birth:-
17-11-1904 / Date of Death:-
01-12-1979
કિશનસિંહ ચાવડા લેખક અને પત્રકાર હતા. તેમનું તખલ્લુસ નામ "જિપ્સી" હતું. તેમનો જન્મ વડોદરા ખાતે થયો હતો. તેમનું મૂળ વતન સુરત જિલ્લાના સચીન પાસેનું ભાંજ ગામ હતું. તેઓએ કેટલાંક દેશી રાજ્યોના શાસકોના અંગત મદદનીશ તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમણે 1927-28માં પોંડિચેરી ખાતેના અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યો હતો. 1948માં તેઓ અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે કાર્નેગી ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે છ માસ સુધી મુદ્રણ સંયંત્ર પ્રબંધન (પ્રિન્ટિગ પ્લાન્ટ મેનેજમેન્ટ)નો અભ્યાસ કર્યો. ત્યાંથી પરત ફર્યા બાદ વડોદરા ખાતે સાધના મુદ્રણાલય નામે એક પ્રિન્ટિગ પ્રેસની સ્થાપના કરી. તેઓએ ક્ષત્રિય માસિકના તંત્રી અને નવજીવન સામયિકના સહતંત્રી તરીકે પણ કામ કર્યું હતું. 1960થી તેઓ અલમોડા પાસેના મિરતોલા આશ્રમમાં સ્થાયી થયા હતા. 1950માં તેમના પુસ્તક ‘અમાસના તારા’ માટે તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે