2 Books / Date of Birth:-
11-09-1940 / Date of Death:-
26-04-2021
દાદુદાન પ્રતાપદાન ગઢવી, જેઓ કવિ દાદ તરીકે જાણીતાં છે, તેમનો જન્મ ઇશ્વરીયા (ગીર)માં થયો હતો, તેઓ ગુજરાતી કવિ અને લોકગાયક હતા. 2021માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી ઍવાર્ડ જાહેર થયો હતો.
કવિ 'દાદ' એ ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ ગીર નજીકના ઇશ્વરિયા ગામના વતની હતા. તેઓ જૂનાગઢમાં રહેતા હતા. તેમણે 15 જેટલી ગુજરાતી ફિલ્મો માટે ગીતો લખ્યા છે. તેમની સમગ્ર રચના 'ટેરવાં' (2015) અને 'લછનાયન' (2015)માં સંકલિત કરવામાં આવી છે. તેમની અન્ય કૃતિઓ 'ચિત્તહરણનું ગીત', 'શ્રીકૃષ્ણ છંદાવલી' અને 'રણમલ બારક્ષરી' છે. તેમના ખૂબ જ લોકપ્રિય ગીતોમાં લગ્નગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો’, ‘કૈલાસ કે નિવાસી’, ‘ઠાકોરજી નથી થાવુ ઘડવૈયા મારે’ અને ‘હિરણ હલકારી’ વગેરે છે.
Social Links:-
“Lachhnayan” has been added to your cart. View cart