
Jiliyana Raymond
1 Book
જિલિયાના રેમન્ડ એ બાબતનું જીવંત ઉદાહરણ છે કે દુર્ઘટનાઓ આપણા જીવનને રૂપાંતરિત અથવા બદલી નાખવા માટે પ્રેરકબળ બની શકે છે. દિલ ભાંગી નાખનારો લગ્નવિચ્છેદ અને શ્રેણીબદ્ધ આધ્યાત્મિક મુલાકાતોએ તેમને પોતાની અંદર – અંતરમાં ડોકિયું કરવાની પ્રેરણા આપી. પોતાના અનુભવોના નિચોડરૂપ સિદ્ધાંતોને તેમણે આ પુસ્તકમાં ઉતાર્યા છે. તેમની જિંદગીના આંતર અનુભવો વાચકોની પોતાની જિંદગીઓને સુધારવાના-વિકસાવવાના કામમાં લાગે તેવી તેમની અંતરની આશા છે.પોતાના સંદેશાઓ અંગે ઉત્કટ લાગણી ધરાવતાં જિલિયાના શ્રેષ્ઠપણે વંચાતા અને વેચાતાં લેખિકા છે. આધ્યાત્મિક શિક્ષક, ઉપદેશક, અંતઃસ્ફુરણાત્મક અને જીવનમાં પરિવર્તન લાવનારા પ્રશિક્ષક છે. તેમણે પોતાના પ્રેક્ષક અને દર્શકગણને અતિશય મહેનત પછી પ્રાપ્ત થતા અનુભવનું ભાથું પૂરું પાડ્યું છે. તેમણે પ્રાર્થનાની શક્તિને ઓળખવા, વ્યાપક અર્થમાં સહસર્જક બનવા અને પોતાના જીવનના પ્રત્યેક દિવસ આનંદપૂર્વક વ્યતીત કરવા માનવીને માટે જરૂરી ગણાતા આમૂલ પરિવર્તનકારી ઓજારો પૂરા પાડ્યા છે.
“Bhagvan No Reply” has been added to your cart. View cart