જમિયત પંડયા એ નવલકથાઓ, વાર્તાઓ વગેરે ઘણું લખ્યું હોવા છતાં એમની મુખ્ય ઓળખ કવિ ગઝલકારની રહી છે. તેમનો જન્મ ખંભાત ખાતે થયો હતો. તેમના માતા પિતા બંને કવિ હતા. 'ગુજરાતી' સાપ્તાહિતકનાં રિપોર્ટર તરીકે એમને 'દાંડીકૂચ' નું રેપોર્ટિંગ કરવાની તક મળી હતી. તેમણે 1935 માં ‘નવપ્રભાત’ માસિક શરૂ કર્યું હતું. ‘શયદા’ એમના ગઝલગુરુ હતા. તેમનું પ્રથમ કાવ્ય ‘ગુલબંકી’ છંદમાં લખાયેલું હતું. એમની પ્રથમ નવલકથા ‘કમનસીબનું કિસ્મત’ 1935 માં પ્રગટ થઈ હતી.
“Rangehina” has been added to your cart. View cart