8 Books / Date of Birth:-
12-02-1938 / Date of Death:-
10-12-2020
હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક જેઓ હસુ યાજ્ઞિક નામ વડે વધુ જાણીતા હતા. ગુજરાતી ભાષાના નવલકથાકાર અને વાર્તાકાર હતા. તેમનો જન્મ રાજકોટમાં થયો હતો. 1972માં પીએચ.ડી.ની પદવી મેળવી. 1963-82 દરમિયાન સુરેન્દ્રનગર, વિસનગર, અમદાવાદ, જામનગરની સરકારી કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા હતા. 1982થી તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્રા રહ્યા હતા. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્લી દ્વારા પશ્ચિમ ભારતના ક્લાસિક લિટરેચરના સ્કૉલર તરીકે એક લાખના ભાષા સન્માનના યશભાગી થયા હતા. તેમણે ઉપમન્યુ, પુષ્પધન્વા, બી. કાશ્યપ, વ્રજનંદન જાની, શ્રીધર, હસુ યાજ્ઞિક ઉપનામોથી સાહિત્ય સર્જન કર્યું છે. 'આપણો લોક વારસો' તેમની નિબંધ કૃતિ છે. તેમને 2013માં ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર એનાયત થયો હતો. કૉવિડ- 19ના કારણે અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.
“Madhyakalin Gujarati Premkathao Ek Adhyayan” has been added to your cart. View cart