હર્ષદ ત્રિવેદી કવિ, લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ 1995-2015 દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક હતા. તેઓએ અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે.
તેઓએ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશના સંપાદકીય વિભાગમાં સંશોધન સહાયક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં તેમણે 1981-84 દરમિયાન કાર્ય કર્યું હતું. 1984માં, તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રૂફરીડર તરીકે જોડાયા અને 1994 સુધી ત્યાં કામ કર્યું. 1995માં તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’’ના સંપાદક બન્યા, જ્યાં તેમણે એક દાયકા સુધી ફરજ બજાવી હતી. તેમણે 2010-15 સુધી શબ્દસૃષ્ટિ ખાતે રજિસ્ટ્રાર તરીકે પણ કામ કર્યું હતું. તેમની 1988માં ગુજરાતી સાહિત્ય પરિષદની કેન્દ્રીય સમિતિના સભ્ય અને 1994માં પરિષદની કાર્યકારી સમિતિના સભ્ય તરીકે પસંદગી થઈ હતી. 2002-06 સુધી, તેમણે પરિષદના સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ 2005માં શરૂ થયેલી ‘વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર’ની કાર્યકારી સમિતિના સભ્યોમાંના એક હતા. 2008-12 સુધી, તેમણે સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષા માટેની સલાહકાર સમિતિમાં સેવા આપી. 2013માં, તેઓ ‘નૅશનલ બુક ટ્રસ્ટ’માં ગુજરાતી ભાષા માટેની સલાહકાર સમિતિમાં ચૂંટાયા હતા. તેમની ઘણી કૃતિઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને સિંધી ભાષામાં અનુવાદિત થઈ છે. તેમની કવિતાઓ અને વાર્તાઓ ‘ગઝલવિશ્વ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘તાદર્થ્ય’, ‘શબ્દસર’, ‘નવનીત સમર્પણ’, ‘કુમાર’, ‘કવિલોક’, ‘એતદ્’, ‘સમીપે’, અને ‘કવિતા’ સહિતના અનેક ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થઈ છે.
Social Links:-
“Mandvi Ni Pol Na Mor” has been added to your cart. View cart