H.N.Golibar
32 Books / Date of Birth:- 24-11-1949
એચ. એન. ગોલીબાર અથવા ભોલાભાઇ ગોલીબાર, જે તેમના ઉપનામ એટમ ગોલીબારથી પણ જાણીતા છે, ગુજરાતી સાપ્તાહિક ચક્રમ ચંદનના તંત્રી છે. તેઓ ગુજરાતી રોમાંચક નવલકથાકાર તરીકે પણ જાણીતા છે અને મુખ્યત્વે તેમણે ગુન્હા આધારિત નવલકથાઓ લખી છે.ગોલીબારનો જન્મ કચ્છી મેમણ પરિવારમાં ૨૪ નવેમ્બર ૧૯૪૯ના રોજ અમદાવાદ, ભારત ખાતે થયો હતો. તેમણે અંગ્રેજી સાહિત્યમાં બી.એ.ની અને પત્રકારત્વમાં ડિપ્લોમાની પદવીઓ મેળવી. ત્યારબાદ તેમણે પશ્ચિમ જર્મનીમાં હાઇડલબર્ગ પ્રેસમેન સ્કૂલમાંથી પ્રિન્ટિંગમાં ડિપ્લોમાની પદવી મેળવી. ૧૯૭૧માં તેઓ તેમના પિતા નૂરમહંમદ જુસ્સાભાઇ ગોલીબાર સાથે જોડાયા, જેઓ અમદાવાદથી ૧૯૪૭થી ચક્રમ સાપ્તાહિક પ્રગટ કરતા હતા. આ સાપ્તાહિકનું નામ પછીથી ચક્રમ ચંદન કરવામાં આવ્યું અને તેમાં ૧૯૭૬થી જાહેરખબર લેવાનું બંધ કરવામાં આવ્યું. તેઓ તેમના સાપ્તાહિકમાં સંખ્યાબંધ કટારો લખે છે જે જાહેરખબરની આવક ન હોવાથી માત્ર વાચકો પર જ આધારિત છે.તેમણે ગુન્હા અને ડરામણી ભૂમિકા પર આધારિત ૮૫ કરતાં પુસ્તકો લખ્યા છે.

Showing 1–30 of 32 results