Govind Dholakia
1 Book
ગોવિંદ લાલજીભાઈ ધોળકિયા. મૂળ સૌરાષ્ટ્રના દુધાળા ગામના. નસીબ અજમાવવા તેમણે સુરત આવેલા અને અહીં વસી ગયા. સુરતે તેમને ખોબલે ખોબલે પ્રતિષ્ઠા આપી.
સત્સંગ અને સંતપ્રેમી ‘રાજર્ષિ’ ગોવિંદભાઈ ધોળકિયા એવા વ્યક્તિ છે કે જેમણે અનેક લોકોની સુખાકારી માટે કાર્ય કરીને વિકાસ કર્યો છે. તેમણે ડાયમંડને ભગવાન માન્યા છે અને અવિરત તેની સાધના કરી છે. આત્મકથાના માધ્યમ દ્વારા, વૈશ્વિક હીરાઉદ્યોગમાં અગ્રણી ઉદ્યોગપતિ, ગોવિંદભાઈ પોતાની નમ્રતા અને મૂલ્યોની માવજત થકી વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ બનાવવા માટે ઊભા થયા છે. સખત મહેનત, પરિશ્રમ અને ખંત સાથે તેમણે તેમનો વ્યવસાય ઉચ્ચ શિખર પર પહોંચાડ્યો છે. ગોવિંદભાઈ એ ગુજરાતનું બહુ મોટું ઘરેણું કહેવાય છે, તેમ છતાં મોટાઈનો ભાર ઉપાડયા વિના હળવાફૂલ થઈને સામાન્ય સાથીદારો સાથે રમે-જમે, આનંદ કરે અને કરાવે છે. જિદંગીના પડકારોને તેમણે હંમેશાં પૉઝિટિવ લીધા છે. ‘પ્રૉબ્લેમ ઇઝ પ્રોગ્રેસ’ એ તો તેમનો જીવનમંત્ર છે. ‘શ્રી રામકૃષ્ણ એક્ષ્પૉર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની’ના પ્રવેશદ્વાર ઉપર જ તેમણે આ શબ્દો કોતરાવ્યા છે, જેના પાયામાં ભગવાનની અપાર કૃપા છે.