Diamonds Are Forever, So Are Morals

Select format

In stock

Qty

પ્રકૃતિનું સર્જન પરમાત્માએ કર્યું છે. આ પ્રકૃતિને લીધે આપણને સુંદર અને પૂર્ણજીવન મળે છે. મને સુખી પરિવાર, બહોળું મિત્રમંડળ, સુખ-સમૃદ્ધિ, સન્માન અને પ્રેમ મળ્યાં છે. આ બધાના મૂળ કારણરૂપ મારી પ્રકૃતિ કે મારો સ્વભાવ છે, પણ તેને માટે મારે ગર્વ લેવા જેવું કાંઈ નથી, કારણ કે, એ પ્રકૃતિગત સ્વભાવ મેં નહીં, પણ ભગવાને જ ઘડ્યો છે. પરમાત્માએ મારા સ્વભાવમાં સર્વ-સ્વીકારની ભાવના મૂકેલી છે. ‘ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે’વાળી સ્વીકારવૃત્તિ ઉપર જીવન મંડાયું છે. મને જે જ્યારે જ્યાં મળ્યું તેનો સંતોષ માન્યો છે. જે પરિસ્થિતિ નિર્માણ પામી તેની સાથે હું અનુકૂળ થયો છું અને તેથી જ તો મારી જીવનયાત્રામાં સુખી રહી શક્યો છું.
* * *
સમાપનના ઉંબરે ઊભાં ઊભાં વીતેલા જીવન તરફ દૃષ્ટિપાત કરતાં સંતોષ થાય છે. મેં તો તકો ઝડપી અને અવરોધોને અવસરમાં બદલ્યા. સારી વસ્તુઓ, ઘટનાઓ બનતી ગઈ. ઘણી બાબતો મારાં આયોજન અને અવધારણા મુજબ આકાર લેતી ગઈ, ક્યારેક સ્વભાવિક રીતે તો ક્યારેક ભાગ્યવશ. હું જો જુદો હોત, તો મારું ભાગ્ય પણ જુદું હોત, પણ જાણે કે એ મારે માટે જ નિર્માયેલું હતું. મારા વિશે, મારા જીવન વિશે કોઈ નિર્ણય આપતો નથી. પણ હું એટલું ચોકસાઈપૂર્વક કહી શકું છું કે, ‘હું જીવન જીવતો હતો એમ નહીં, પણ જીવન મારા દ્વારા જિવાતું જતું હતું…’ જગતનિયંતા તો સ્પષ્ટ જ છે. તેની યોજનાઓ સુરેખ જ છે, આપણાં જ મન મૂંઝવણ અને ગૂંચવણમાં રહેતાં હોય છે. જે કંઈ થોડી-ઘણી, નાની-મોટી જવાબદારીઓ, કર્તવ્યો મારે ભાગે આવ્યા તેને હું નિભાવતો ગયો. પ્રભુએ એમાં મારો હાથ અને સાથ ક્યારેય છોડ્યો નથી… આમ જુઓ તો આપણે કંઈ જ નથી, પરંતુ આપણે ધારીએ તો કંઈપણ કરી શકીએ છીએ. મેં તો SRKની દીવાલ ઉપર આ મંત્ર કોતરાવી રાખ્યો છે – ‘I am nothing, but I can do anything’. હું કંઈ જ નથી, તેમ છતાં કંઈપણ કરી શકું છું. અહંકારરહિત જીવન જીવવું અને ભરપૂર આત્મવિશ્વાસથી કાર્ય કરવું – આ મારો જીવનમંત્ર છે.

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Diamonds Are Forever, So Are Morals”

Additional Details

ISBN: 9788119132829

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 416

Dimension: 1.2 × 5.75 × 9 in

Weight: 0.56 kg

ગોવિંદ લાલજીભાઈ ધોળકિયા. મૂળ સૌરાષ્ટ્રના દુધાળા ગામના. નસીબ અજમાવવા તેમણે સુરત આવેલા અને અહીં વસી ગયા. સુરતે તેમને ખોબલે ખોબલે પ્રતિષ્ઠા આપી. સત્સંગ અને સંતપ્રેમી… Read More

Additional Details

ISBN: 9788119132829

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 416

Dimension: 1.2 × 5.75 × 9 in

Weight: 0.56 kg