
George S. Clason
1 Book / Date of Birth:-
07-11-1874 / Date of Death:-
07-04-1957
જ્યૉર્જ સેમ્યુઅલ ક્લેસનનો જન્મ અમેરિકાના લ્યુઝિયાના રાજ્યના મિઝૂરી શહેરમાં થયો હતો. તેમણે નેબ્રાસ્કા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને સ્પેન-અમેરિકાના યુદ્ધ દરમિયાન અમેરિકાના સૈન્યમાં કામ કર્યું હતું. પ્રકાશનમાં લાંબી કરિયરની શરૂઆત કરવા તેમણે ડેન્વર, કોલોરાડોમાં ક્લેસન મેપ કંપનીની સ્થાપના કરી હતી તથા યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાનો પ્રથમ રોડ એટલાસ પ્રકાશિત કર્યો હતો. વર્ષ 1926માં તેમણે નાણાકીય બચત કરવા અને સફળતા મેળવવા માટે પૅમ્ફ્લેટની પ્રથમ પ્રસિદ્ધ શ્રેણી પ્રકાશિત કરી હતી. તેમાં તેમણે તેમનો દરેક મુદ્દો સમજાવવા માટે પ્રાચીન બેબીલોનની બોધકથાઓનો ઉપયોગ કર્યો હતો. એનું વિતરણ બૅંકો અને વીમાકંપનીઓમાં મોટી સંખ્યામાં થયું હતું. પછી લાખો લોકો એનાથી વાકેફ થયા હતા. આ સિરીઝ “ધ રિચેસ્ટ મૅન ઇન બેબીલોન” નામથી પ્રસિદ્ધ થઈ હતી. ત્યારબાદ તેને સંકલિત કરીને તૈયાર કરવામાં આવેલું પુસ્તક “બેબીલોનનો Richest Man” દુનિયાનું બેસ્ટસેલર પ્રેરણાત્મક ક્લાસિક પુસ્તક બની ગયું છે. દુનિયાની અનેક ભાષાઓમાં પ્રકાશિત થયેલા આ પુસ્તકે કરોડો લોકોના જીવનમાં પ્રભાવ પાડ્યો છે.
“Babylon No Richest Man (Complete Edition)” has been added to your cart. View cart