6 Books / Date of Birth:-
04-11-1925 / Date of Death:-
09-11-2020
કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ , જેઓ ફાધર વાલેસ તરીકે જાણીતા હતા, એક ગુજરાતી સાહિત્યકાર હતા. તેમનો જન્મ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો.૧૯૬૦ થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં તેઓ ગણિતશાસ્ત્રના અધ્યાપક રહ્યા હતા. ગણિતના અધ્યાપકના પદ પરથી નિવૃત થઇને તેઓ સ્પેન પરત ગયા હતા જ્યાં તેઓ મેડ્રિડમાં સ્થાયી થયા હતા અને તેમની ૯૧ વર્ષની માતાની દેખરેખ રાખતા હતા, જેમનું ૧૦૧ વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે ગુજરાતીમાં લખવાનું ચાલુ રાખ્યું હતું અને તેમણે અંગ્રેજી અને સ્પેનિશમાં ભાષાંતરો કર્યા હતા. તેમણે તેમના ભારત અને લેટિન અમેરિકાના અનુભવો પર લખ્યું હતું.સ્પેનનાં મેડ્રિડ ખાતે તેમનું અવસાન થયું. એમનાં લખાણોમાં સરલ ગદ્યની કેટલીક નોખી અભિવ્યક્તિઓ એમના હાથે સહજ બની છે.તેમના સર્જનમાં ૭૫ ગુજરાતી પુસ્તકો, ૨૪ અંગ્રેજી અને ૪૨ સ્પેનિશ પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે ગણિત પર ૧૨ પુસ્તકો લખ્યા હતા. તેમણે ગુજરાતીમાં ગણિત પર પાઠ્યપુસ્તક શ્રેણીનું સહલેખન કર્યું હતું.
“Vyaktighadtar” has been added to your cart. View cart