કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા લેખક, એન્જિનિયરિંગને કર્મ અને પોતાના લેખનકાર્યને ધર્મ માને છે. સત્તર વર્ષની ઉંમરથી શરૂ થયેલી કવિતા લખવાની સફર, આજે ઓગણીસ વર્ષની ઉંમરે એક નવલકથા લખવા સુધી પહોંચી છે. ગુજરાતી ભાષાને જ્યારે આજે ખરેખર યુવા લેખકોની જરૂર છે ત્યારે આ લેખકમાં એ તરસ છીપાતી હોવાનું વાચકો અનુભવશે.